History

                     ધી સાણંદ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીની સ્થાપના સને ૧૯૪૩ ની સાલમાં નાના પાયે શરૂ થયેલ. સાણંદ માર્કેટયાર્ડ નું પુરૂ નામ શેઠ મેહતા પદમશીભાઈ મક્નદાસ માર્કેટયાર્ડ છે.માર્કેટ યાર્ડના સૌ પ્રથમ ચેરમેનશ્રી મે મહાલકારી સાહેબ હતા જેમણે સંસ્થામાં તા. ૧૫/૧૦/૧૯૪૩ થી તા.૨૨/૧૦/૧૯૪૮ સુધી કુલ ૫ વર્ષ સેવાઆપી. સાણંદ માર્કેટ યાર્ડના સોં પ્રથમ વાઈસ ચેરમેનશ્રી વ્રજલાલ ઈશ્વરલાલ પટેલ હતાં જેમણે સંસ્થામાં તા.૨૮-૦૮/૧૯૪૯ થી તા.૦૪/૧૦/૧૯૫૦ સુધી કુલ 1.2 વર્ષ સેવા આપી. અત્યાર સુધીમાં કુલ ૧૨ ચેરમેનશ્રીઓ તેમજ ૧૯ વાઈસ ચેરમેનશ્રી ઓ સંસ્થામાં સેવા આપી ચૂકેલ છે હાલમાં ૨૦૧૬-૧૭ ના વર્ષથી ચેરમેનશ્રી તરીકે શ્રી ખેંગારભાઈ મનજીભાઈ સોલંકી તેમજ વાઈસચેરમેન તરીકે શ્રી બારડ દિલીપભાઈ ભુરાભાઈ સંસ્થામાં સેવા આપી રહેલ છે માર્કેટ યાર્ડ સાણંદ સ્થાપનાથી લઈને અત્યાર સુધી ખુબજ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. ઘઉંની તેમજ ડાંગરની આવકમાં માર્કેટયાર્ડ સાણંદ ગુજરાતની બજાર સમિતિઓમાં આગળ પડતું સ્થાન ધરાવે છે.

                  ખેડૂતો તેમજ વેપારીઓના મધ્યસ્થી તરીકે રહીને ખેડૂતોને અનાજના બદલામાં સારૂ વળતર મળી રહે તેવા સતત પ્રયાસો ચાલુ રહે છે. તેમજ ખેડૂતોની સમસ્યાનો બજાર સમિતિના સ્ટાફ મિત્રો દ્વારા તાત્કાલિક ધોરણે નિકાલ લાવવામાં આવે છે. સાણંદ માર્કેટ યાર્ડમાં સેવાકીય પ્રવુતિ, કૃષિ મહોત્સવ, કૃષિ રથ, કિસાન સંમેલન તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ અવાર નવાર આયોજન કરવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેનું પણ ખાસ પણે ધ્યાન રાખવામાં આવે છે. ગુજરાત સરકાર તેમજ ભારત સરકારનાં સહકારથી માર્કેટ યાર્ડને વધુ આધુનિક બનાવવાની સાથે-સાથે સગવડો પણ આધુનિક કરવાનાં પ્રયાસો થઇ રહ્યા છે.