Chairman's Message

ખેડૂત ભાઈઓ, વહેપારી બંધુઓ તથા સહકારી મિત્રો

ભારત ખેતી પ્રધાન દેશ છે. અને ૭૦% થી ૮૦% વસ્તી ખેતી ઉપર નિર્ભર છે. જે ગામડાઓમાં વસે છે. રાષ્ટ્રીય આવકમાં ખેતીના મુખ્ય સિંહફાળો નોંધપાત્ર હોઈ રાષ્ટ્રની પ્રગતિનો મુખ્ય આધાર ખેતીના વિકાસ ઉપર જ અવલંબિત છે. ભારત સરકારે ખેત પેદાશનું ઉત્પાદન વધારવા નાની મોટી ઘણી જ યોજનાનું આયોજન કરેલ છે. સરકારે ખેતીને એક મહત્વનો ઉદ્યોગ તરીકે સ્વીકારેલ છે. આમ છતાં બીજા ઉદ્યોગની પેદાશના ભાવ માલ ઉત્પન્ન કરનાર નક્કી કરે છે. જયારે ખેતીની પેદાશના ભાવ માલ ખરીદનાર દ્વારા જ નક્કી કરવામાં આવે છે. આના કારણે ખેડૂત ભાઈઓને ઘણીવાર નુકશાન વેઠવાનો વારો આવે છે.

બજાર ધારો અમલમાં ન હોઈ તે પેહલાના સમયમાં ખેડૂત પાસેથી અનેક પ્રકારના ગેર વ્યાજબી લાગાઓ લેવામાં આવતા હતાં અને ખેડૂતોને ખેત ઉત્પન્નના ગુણવત્તાના ધોરણે ભાવો મળતા ન હતાં. આ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં બજાર ધારો લાગુ કરવામાં આવ્યો જેથી ખેત પેદાશોની આધુનિક વેચાણ વ્યવસ્થા અને સવલતો માલ વેચનારને મળે અને બજારમાં ખેડૂત ગૌરાવભેર પોતાના માલનું વેચાણ કરી શકે તેવી કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલી છે.

કોઈપણ દેશના અર્થતંત્રનો આધાર ખેતી અને ઉદ્યોગોનો વિકાસ પર રહેલો છે. ભારત જેવા ખેતીપ્રધાન દેશના મજબુત અર્થતંત્ર માટે ખેતીનો વિકાસ અનિવાર્ય છે.અને તેની પેદાશોના વેચાણ માટે સુવ્યવસ્થિત બજારોની પણ જરૂર છે. પેદાશોની વ્યાજબી કિંમત મળે તે માટે આવા બજારો પ્રેરણારૂપ બની રહે છે.

બજાર ધારાનો મૂળભૂત હેતુ બર લાવવા ખેડૂત આલમને સમિતિના મુખ્ય યાર્ડમાં સવલતો મળી રહે તે દ્રષ્ટિએ બજાર સમિતિએ માર્કેટ યાર્ડમાં આવતાં ખેડુત ભાઈઓ તેમજ વહેપારીભાઈઓની સગવડતા માટે નીચે જણાવ્યા પ્રમાણેની સુવિધાઓ યાર્ડમાં ઉપસ્તિથ કરેલ છે.

ઓફીસ બિલ્ડીંગ, ગોડાઉન, રેસ્ટીંગશેડ, ૪૦ મે. ટનનો કોમ્પ્યુટરાઈઝ વે બ્રીજ, વાહન ઉભા રાખવા માટે ખુલ્લી જમીન, ખેડૂતો નો તથા વેપારીનો માલ સુરક્ષિત માટે તારની વાડ,પાકી કંમ્પાઉન્ડ વોલ, પાણીની ટાંકી, વોટર કુલર, પાણીની પાઈપ લાઈન, પગીરૂમ, ટ્યુબવેલ કેન્ટીન તથા ડાઈનીંગ હોલ ટોઇલેટ બ્લોક, યાર્ડમાં રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ, વેપારી ઓફીસ, શોપ કમ ગોડાઉન, ખેડૂતોના માલના રક્ષણ માટે ઓક્ષન પ્લેટફોર્મ તથા ભાવો તથા અગત્યની જાહેરાતો માટે યાર્ડમાં લાઉડ સ્પીકરની વ્યવસ્થા,રાષ્ટ્રીય ગ્રામ્ય ગ્રીડ યોજના અન્વયે ૧૦૦૦ મેટ્રીક ટનની કેપીસીટી વાળા ગોડાઊનો જેવી અનેક વિવિધ સવલતો પૂરી પાડેલ છે. અને હજુ અનેક વિવિધ સવલતો પૂરી પાડવા કટીબદ્ધ છે.

તદ્દ ઉપરાંત ભારત સરકારશ્રીના વસ્ત્ર મંત્રાલય તરફથી ટેકનોલોજી મીશન ઓન કોટન (T. M. C.) અંતર્ગત બજાર સમિતિ સાણંદ ના માર્કેટ યાર્ડમાં ગોડાઉન, કવરશેડ, ઓપનશેડ, આર. સી. સી. રોડ, પાર્કિંગ, અન્ડર ગ્રાઉન્ડ સ્ટ્રીટ લાઈટ, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, ગ્રેડીંગ લેબોરેટરી તથા ફુલ્લી કોમ્પુટરાઈઝ ૪૦ મે. ટન વે-બ્રીજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

ગુજરાત સરકારશ્રી તરફથી કિશાન કલ્પવૃક્ષ યોજના તેમજ R.K.V.Y. યોજના અંતર્ગત બજાર સમિતિ સાણંદના માર્કેટ યાર્ડમાં ગોડાઉન, કવરશેડ, ઓપનશેડ, આર. સી. સી. રોડ, પાર્કિંગ, અન્ડર ગ્રાઉન્ડ સ્ટ્રીટ લાઈટ, કેન્ટીંગ તથા ભોજનાલય, હીડ્રન લાઈટ તથા રેસ્ટીંગ શેડ તેમજ ઓફીસ બિલ્ડીંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

તદ્દ ઉપરાંત નર્મદા સિંચાઈ યોજનામાં ભવિષ્યમાં મળનાર લાભોનો લક્ષમાં લઇ પાક પાણીમાં વધારો થવાના કારણે બજારમાં મોટા પ્રમાણમાં ખેત ઉત્પન્ન વેચાણ માટે માર્કેટ યાર્ડમાં આવે જેના કારણે હાલમાં જે જમીન છે તે અને કમિટીએ ખરીદ કરેલ ૮૮૦2 ચો. મી. જમીન સીઝનમાં સાંકડી પડતી હોવાને કારણે માર્કેટ કમિટીએ બાજુમાં આવેલ જમીન ભાડે રાખી ખેડૂતો તથા વેપારીઓને સળવડ પૂરી પાડે છે.અંતમાં અહેવાલના વર્ષ દરમ્યાન બજાર ધારાને સફળતા અપાવવા સમિતિના સદસ્યશ્રીઓ, ખેડૂત ભાઈઓ, વેપારીભાઈઓ તેમજ સહકારી ક્ષેત્રના કાર્યકર્તા ભાઈઓએ જે સહકાર અને ભાવનાથી બજાર સમિતિના કામકાજમાં વિશ્વાસ અને શ્રધ્ધા વ્યસ્ત કર્યા છે તે સર્વનો આભાર માનું છું.

વળી, બજાર સમિતિના વહીવટમાં અવાર નવાર માર્ગદર્શન આપવા માટે મે. નિયામક સાહેબશ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર , મે. નાયબ નિયામકશ્રી અને જીલ્લા રજીસ્ટારશ્રી સહકારી મંડળી (રૂરલ) અમદાવાદ , ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદ તથા ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડ ગાંધીનગરનો અંતઃકરણ પૂર્વક આભારમાનું છુ.

અંતમાં બજાર સમિતિના કર્મચારીઓએ વહીવટી તંત્રને કરકસર અને સરળતથી ચલાવવામાં તેમજબજાર ધારણા હેતુઓને બરલાવવા જે ખંત, ઉત્સાહ અને સહકારથી કામકાજ કર્યું છે તે બદલ તેમને પણ ધન્યવાદ પાઠવું છું.